Jharkhand Assembly Election Results LIVE: પરાજય બાદ મુખ્યપ્રધાન રઘુબર દાસે આપ્યું રાજીનામું

ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે.

Jharkhand Assembly Election Results LIVE:  પરાજય બાદ મુખ્યપ્રધાન રઘુબર દાસે આપ્યું રાજીનામું

રાંચી: ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઝારખંડ (Jharkhand) માં પાંચ તબક્કામાં થયેલું મતદાન 30 નવેમ્બરથી શરૂ થયું હતું અને 20 ડિસેમ્બરે પૂરું થયું હતું. તમામ બેઠકો માટે આજે મતગણતરી હાથ ગણાશે. 24 જિલ્લા મુખ્યમથકોમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી. ચૂંટણી પંચે આ માટે તમામ બંદોબસ્ત કરી લીધો છે. પહેલું પરિણામ બપોરે 1 વાગે આવે તેવી આશા છે. ઝારખંડમાં બહુમત માટેનો આંકડો 41 છે. હાલ જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે મુજબ પ્રાથમિક તારણોમાં કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન આગળ હતું પરંતુ હવે ભાજપે તેમને માત આપી છે. અને હવે ભાજપ આગળ છે. 

મુખ્યપ્રધાને આપ્યું રાજીનામું
ઝારખંડના મુખ્યપ્રધાન રઘુબાર દાસે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, ઝારખંડ વિધાનસભાના આજે જાહેર થયેલા પરિણામોમાં જેએમએમ+કોંગ્રેસ+આરજેડીના ગઠબંધનને બહુમતી મળી છે.
 

— ANI (@ANI) December 23, 2019

 

 

 

Jharkhand CM and BJP candidate from Jamshedpur East, Raghubar Das, still trailing. Independent candidate Saryu Rai is leading by 4643 votes. (file pic) #JharkhandAssemblyElections pic.twitter.com/VqyzcXZXYcરઘુવર દાસ પાછળ

જમશેદપુર પૂર્વ બેઠક પરથી મુખ્યમંત્રી રઘુવરદાસ 4643 મતોથી પાછળ છે, જ્યારે અપક્ષ નેતા સરયુ રોય આગળ છે. અપક્ષ નેતા પૂર્વમાં ભાજપના નેતા રહી ચૂક્યા છે. 

બપોરે 2.30 વાગ્યાના ટ્રેન્ડ મુજબ જેએમએમ ગઠબંધન 40 પર આગળ
બપોરે 2.30 વાગ્યા સુધીના જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળ્યા છે તેમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન 40 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 31 બેઠકો પર આગળ છે. જેવીએમ 3, અને અન્ય 4 બેઠકો પર આગળ છે. 

નાગરિકતા કાયદાને કોઈ લેવાદેવા નથી-શિવરાજસિંહ ચૌહાણ
ઝારખંડના ચૂંટણી પરિણામોમાં ભાજપને મળેલી પછડાટ પર શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે તેને નાગરિકતા સંશોધન કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. રાજ્યની ચૂંટણી રાજ્યના મુદ્દાઓ પર લડાતી હોય છે. 

ચૂંટણી પરિણામો બાદ નિવેદન-રઘુવરદાસ
ઝારખંડના સીએમ અને જમશેદપુર પૂર્વના ભાજપના ઉમેદવાર રઘુવર દાસે ટ્રેન્ડમાં ભાજપની સ્થિતિ સારી ન હોવા પર કહ્યું કે આ ટ્રેન્ડ અંતિમ શબ્દ નથી. મતગણતરીના અનેક રાઉન્ડ હજુ બાકી છે. આ ટ્રેન્ડ પર ટિપ્પણી કરવું તે યોગ્ય નથી. હું ચૂંટણી પરિણામો બાદ રાંચીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીશ. 

— ANI (@ANI) December 23, 2019

રઘુવર દાસ આગળ, સોરેન એક બેઠક પર આગળ એક બેઠક પર પાછળ
જમશેદપુર પૂર્વથી ઝારખંડના મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર રઘુવર દાસ 1449 મતોથી આગળ, જ્યારે JMMના હેમંત સોરેન બરહેટ બેઠકથી 5319 મતોથી આગળ પરંતુ દુમકા બેઠક પર 5381 મતોથી પાછળ.

ભગવાની ચમક પડી ફિક્કી
જેમ જેમ મતપેટીઓ ખુલી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીની ગતિવિધિઓ ઝડપી થઈ રહી છે. હાલ જે પ્રમાણે સ્થિતિ છે તે પ્રમાણે ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીને સ્પષ્ટ બહુમત મળતું જોવા મળી રહ્યું છે. જ્યારે ભાજપ 28 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ તો છે પરંતુ બહુમત નથી. 

કોણ કેટલા મતે આગળ પાછળ
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ પ્રતિષ્ઠિત દુમકા બેઠક પરથી ભાજપના લુઈસ મરાન્ડી 8357 મતોથી આગળ છે અને ઝારખંડ મુક્તિ મોર્ચાના હેમંત સોરેન પાછળ છે. જ્યારે બરહેટ સીટ પરથી હેમંત સોરેન 1672 મતોથી આગળ છે. જ્યારે જમશેદપુર પૂર્વ બેઠક પરથી ભાજપના નેતા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી રઘુવર દાસ 1449 મતોથી આગળ છે. આ બાજુ AJSUના સુદેશકુમાર મહતો પોતે સિલ્લી બેઠક પર 284 મતોથી પાછળ છે. આ બેઠક પર ઝારખંડ વિકાસ મોર્ચાના રામદેવ સિંહ ભોગતા આગળ છે. 

ભારે ઉથલપાથલ વચ્ચે હાલ તો ભાજપ સૌથી મોટો પક્ષ
ભાજપ હાલ 31, કોંગ્રેસ અને સાથી પક્ષો 35 બેઠકો પર, AJSU 7, JVM 5 અને અન્ય 3 બેઠકો પર આગળ છે. 

સત્તાની ચાવી AJSU પાસે
ઝારખંડમાં કોઈને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી. જેને લઈને હાલ તો ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે પરંતુ બહુમત નથી. આથી આવા સમયે AJSU પાસે સત્તાની ચાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. અધ્યક્ષ સુદેશ મહતો ગત ભાજપની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યાં હતાં. 

— ANI_HindiNews (@AHindinews) December 23, 2019

81 બેઠકોના વલણ આવી ગયા
ભાજપ 35 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષ 33 બેઠકો પર આગળ છે. જ્યારે AJSU 7, JVM 3 અને અન્ય 2 પર  આગળ છે. 

રઘુવર દાસ અને હેમંત સોરેન આગળ
જમશેદપુર પૂર્વ બેઠકથી સીએમ રઘુવરદાસ આગળ છે જ્યારે દુમકા બેઠક પરથી જેએમએમના હેમંત સોરેન પણ આગળ છે. બરહેટ બેઠક ઉપર પણ તેઓ આગળ છે. ગત વખતે પણ સોરેન બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતાં. પરંતુ એક જ જીત્યા હતાં. 

સૌથી પહેલા પોસ્ટલ મતોની ગણતરી
સૌથી પહેલા પોસ્ટલ મતોની ગણતરી થઈ રહી થઈ છે. પ્રાથમિક તારણોમાં જેએમએમ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમત મળતું જોવા મળી રહ્યું છે. ભાજપ સત્તા ગુમાવે તેવી શક્યતા લાગી રહી છે. 

જમશેદપુર પૂર્વ બેઠક પર બધાની નજ

મતગણતરી દરમિયાન જે બેઠક પર સૌથી વધારે નજર છે તે છે જમશેદપુર પૂર્વ બેઠક. આ બેઠક મુખ્યમંત્રી રઘુવર દાસ 1995થી જીતતા આવ્યાં છે. તેમના વિરુદ્ધ પૂર્વ કેબિનેટ સહયોગી સરયૂ રાય મેદાનમાં છે. રાયને પાર્ટીમાંથી ટિકિટ ન મળ્યા બાદ તેઓએ બળવો પોકારીને મુખ્યમંત્રીના રસ્તામાં રોડો બનવાનું નક્કી કરી લીધુ. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અહીંથી ગૌરવ વલ્લભને ઉમેદવાર બનાવ્યાં છે. 

અન્ય મહત્વપૂર્ણ બેઠકોમાં દુમકા અને બરેટ છે જ્યાંથી ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ચૂંટણી લડી રહ્યાં છે. દુમકામાં તેઓ સમાજ કલ્યાણ મંત્રી લુઈસ મરાન્ડીની વિરુદ્ધ મેદાનમાં છે. 

CAA અને NRC પર ફેલાવવામાં આવી રહેલા ભ્રમ પર PM મોદીએ કરી 10 મહત્વની વાતો

રામલીલા મેદાનમાં આયોજિત ભાજપ (BJP) ની ધન્યવાદ રેલીમાં પીએમ મોદીએ એનઆરસી અને નાગરિકતા

ઝારખંડ ચૂંટણી: મહા EXIT POLLમાં ભાજપને નુકસાન, સત્તા ગુમાવે તેવી ભીતિ, JMMને લીડ
એક્ઝિટ પોલના પરિણામોનું માનીએ તો રાજ્યમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વાળા ગઠબંધનને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપ (BJP) ને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જો કે ઝારખંડમાં સત્તા કોણ બનાવશે તે તો આજે મતગણતરી બાદ જાણવા મળશે. 

એબીપી ન્યૂઝ
એબીપી ન્યૂઝ એક્ઝિટ પોલ મુજબ જેએમએમ ગઠબંધનને 35 બેઠકો મળી શકે છે. જ્યારે બીજેપીને 32 બેઠકો મળે તેવી શક્યતા છે. આ સાથે જ એક્ઝિટ પોલ મુજબ બાબુલાલ મરાંડીના નેતૃત્વવાળા ઝારખંડ વિકાસ મોરચાને 3 બેઠકો મળી શકે છે. જ્યારે સુદેશ મહતોના નેતૃત્વવાળી એએસએસયુને 5 અને અન્યના ફાળે 6 બેઠકો જઈ શકે છે. 

જુઓ LIVE TV

IANS અને સી વોટર્સ
આઈએએનએસ અને સી વોટર્સના એક્ઝિટ પોલ મુજબ જેએમએમ ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપને નુકસાન થઈ રહ્યું છે. તેમના મુજબ જેએમએમ ગઠબંધનને 35 અને ભાજપને 32 બેઠકો જ્યારે અન્યના ફાળે 14 બેઠકો જવાની સંભાવના છે. 

આજતક
એક્ઝિટ પોલ મુજબ ઝારખંડ મુક્તિમોર્ચા અને તેના ગઠબંધનના સાથીને 38થી 50 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 22થી 32ની વચ્ચે બેઠકો મળી શકે છે. આજતકના એક્ઝિટ પોલ મુજબ જેએમએમ ગઠબંધનને 38-50, ભાજપ 22-32, જેવીએમ 2-4, એએસએસયુ 3-5 અને અન્યને 4-7 બેઠકો મળી શકે છે. 

નોંધનીય છે કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 30 નવેમ્બરે થયું હતું. જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન 20 ડિસેમ્બરે પૂરું થયું. જ્યારે 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 37 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી જ્યારે એનડીએને 42 બેઠકો મળી હતી. જેએમએમએ 19  બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news